સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વ્રારા આયોજિત પાટોત્સવમાં ડો. જીતેન્દ્ર અઢિયાના માઈન્ડપાવર સેમિનારનો અહેવાલ
                                       તા.૩૧/૦૧/૨૦૧૭
સુરખાબી નગર પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન એ તેની આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે વિશ્વમાં સુવિખ્યાત છે. ભારતીય દેવભાષા સંસ્કૃતના સંવર્ધન અને સંક્રમણ અર્થે ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝા દ્વ્રારા સંસ્થાપિત આ વિદ્યાનિકેતનના અગિયારમાં પાટોત્સવની ઉજવણી તા.૩૦/૦૧/૨૦૧૭ થી તા.૦૨/૦૨/૨૦૧૭ દરમિયાન સંસ્થાના પરિસરમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન તા. ૩૧/૦૧/૨૦૧૭ ને મંગળવારના રોજ  ગુજરાતના ખ્યાતનામ માઈન્ડપાવર ટ્રેનર
ડો. જીતેન્દ્ર અઢિયા દ્વ્રારા યોજાયેલા સેમિનારમાં રામબા પરિવારનાં સૌ અધ્યાપક મિત્રો તથા બી.એડ./એમ.એડ.ના  તાલીમાર્થીઓ જોડાયા હતા.


વહેલી સવારે ૦૯:૦૦ કલાકે સાંદીપનિ વિદ્યાનિકેતનમાં સ્થિત શ્રી હરિ મંદિરમાં શ્રી હરિના દર્શન કર્યા બાદ સૌ તાલીમાર્થીઓ અને અધ્યાપકોએ સંસ્થાના વિશાળ ઓડીટોરીયમમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. સાંદીપનિ વિદ્યાનિકેતનના ઋષિકુમાર દ્વારા ઉપસ્થિત પોરબંદરની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ,શિક્ષકો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકોને ભાવપૂર્વક આવકાર્યાબાદ૦૯:૩૦ કલાકેડો. જીતેન્દ્રભાઈ અઢિયાના સેમીનારની શરૂઆત થઈ હતી.
ડો. જીતેન્દ્ર અઢિયાએ મેડીકલ અંગે M.D.ની પદવી હાંસલ કર્યા બાદ ૩૦ વર્ષ સુધી તબીબી અંગે કાર્ય કર્યું પરંતુ તેમને લાગ્યું કે લોકોને થતાં રોગોના મૂળ શરીરમાં નહીં પણ તેમના મનમાં રહેલાં છે. તેથી માનસિક શક્તિઓ અને મનનાં ગૂઢપ્રદેશમાં ઝાંકવાની તેમની અદમ્ય ઈચ્છાએ તેમને તબીબી અંગેનો ત્યાગ કરાવીને માઈન્ડપાવર ટ્રેનર તરીકે કાર્ય કરવા પ્રેર્યા અને આંતરમનની તેમની યાત્રા શરૂ થઈ જેમાં આજે ૬૬ વર્ષની ઉમરે તેમણે અનેક સિદ્ધિઓહાંસલકરી છે.
ડો. જીતેન્દ્ર અઢિયાએ કાર્યક્રમની શરૂઆતમાં પૂ.ભાઈશ્રીને ભાવવંદના કરી, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જ પોતાના ૩ કલાકના વ્યાખ્યાન દ્વ્રારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.
કાર્યક્રમનાં પ્રારંભમાં તેમણે શ્રોતાઓ પાસેથી વિવિધ ચીંજવસ્તુઓ , સ્થળો અને માનવોના ૩૦ નામો જુદાજુદા ક્રમ ઉપર ગોઠવાવી તે નામોને પોતે સેકન્ડોના સમયમાં સવળા-ઉલટા ક્રમમાં તથા એકી નંબર—બેકી નંબર પર રહેલા નામો ઝડપથી યાદ રાખીને જણાવી આપ્યા જેમાં માઈન્ડપાવરનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તેમણે પૂરું પડ્યું.
ત્યારબાદ વિવિધ વિડીયો કલીપ્સની મદદથી તેમણે જાગૃત અને અજાગૃત મનની લાક્ષણિકતાઓ,અજાગૃત મનને કેળવવાની પદ્ધતિ, જીવનને વ્યવસ્થિત રીતે આયોજિત કરવાની યુક્તિઓ વગેરેની પ્રાયોગિક પદ્ધતિ વડે સુંદર સમજ આપી તથા હિપ્નોટિઝમને લગતા પ્રયોગો કરી , શ્રોતાઓને પોતાની મનની શક્તિઓને કેળવવા માટે ઉમદા પ્રોત્સાહન પૂરું પાડ્યું.
સવારે ૧૨:૩૦ સુધી ચાલેલા આ કાર્યક્રમના શ્રોતાઓ દ્વ્રારા પણ તેમને ખુબ સારા પ્રતિભાવો સાંપડયા... કાર્યક્રમના અંતે પૂ.ભાઈશ્રીએતેમનેઆશીર્વચનપાઠવ્યાઅને રામનામી ઓઢાડીને તેમનું તથા તેમના સાથે આવેલા તેમના બે વિદ્યાર્થીઓનું અભિવાદન કર્યું.

કાર્યક્રમના અંતે સાંદીપનિ વિદ્યાનિકેતનના ભોજનાલયમાં પ્રસાદી ગ્રહણ કરીને રામબા પરિવારના સૌ સદસ્યો છુટા પડ્યા.

0 comments:

Post a Comment

 
R.G.T. College-Porbandar © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top