વસંતપંચમી નિમિતે વ્યાખ્યાન માળામાં હાજરી
તા. ૦૧/૦૨/૨૦૧૭
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં વસંતપંચમીનાં શુભ દિવસે અને પાટોત્સવના ત્રીજા દિવસે આજ રોજ શ્રી હરિમંદિરની સ્થાપનાની ૧૧ વર્ષ થયા આ શુભ દિવસે સવારે ૧૦:૧૦ કલાકે કાર્યક્રમની શુરુઆત થઈ. આ કાર્યક્રમમાં શુરુઆતમાં સાંદીપનિ વિદ્યામંદિરના ઋષિકુમારો દ્વારા સ્તુતીમંત્રના ગાન દ્વ્રારા શબ્દો રૂપી પુષ્પાંજલિ અર્પણ કરાઈ.
કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય ભાઈશ્રી દ્વારા આફ્રિકા સ્થિત મનોરથી પરિવારના શ્રી સંજયભાઈ સૂચક તથા સુરેખાબેનનું સાલ ઓઢાડી સન્માન અને શ્રી હરિના ચિત્ર દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા. આ કાર્યક્રમના વક્તાઓજેમાં સાંદીપની આશ્રમના ઋષિકુમાર અને વકતા શ્યામભાઈ ઠાકર કે જેઓ એક સારા કથાકાર પણ છે. માધવણી કોલેજના પ્રોફેસર ડૉ. સ્નેહભાઈ જોષી અને ઈતિહાસ વિદ એવા શ્રી નરોતમભાઈ પલાણ હતા. આ ત્રણેય વક્તાઓનું ઋષિકુમારોદ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.



પ્રથમવક્તાશ્યામભાઈઠાકર કે જેઓએ હરિનામ દ્વ્રારા ઉપસ્થિત સૌનું મૌઢું મીઠું કરાવ્યું. જેઓએભાગવતનામન પુરાણમ વિશેની વાતો કરી. ભાગવતના જુદા જુદા પાત્રોનું મહત્વ સમજાવ્યું.
બીજા વક્તા માધવાણી  કોલેજના પ્રોફેસર ડૉ. સ્નેહલભાઇ જોશીએ પોતાના ભાવો પ્રગટકર્યા. જેઓએ પોતાનું વક્તવ્ય શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરીને શરૂ કર્યું. તેઓએ ભગવદસ્તુતિ ઈશ્વરપ્રતિનું અલૌકિકજ્ઞાનવિષય પર પોતાની વાતો રજુ કરી.
ત્રીજાવક્તા  ઇતિહાસવિદ એવા શ્રી નરોતમભાઈ પલાણ જેમણે ભાગવતનાएकादश स्कन्दવાત કરી તેમણે વાસ્તવિકતાવિશેનીવાત કરી અને છેલ્લે ભાગવત ભક્તિમાં મુળદાસજીની વાત કરી.
ત્યારબાદહાર્દિકભાઈએ પ્રેરક ઉદબોધન દ્વારા કાર્યક્રમને અને સવારના સત્રને વિરામ આપ્યો. છેલ્લે પુજ્ય ભાઈ શ્રી દ્વારા ત્રણેય વક્તાઓનું સાલ ઓઢાડી સન્માન કરાયું અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા. અને કાર્યક્રમ પૂર્ણ થયો.


0 comments:

Post a Comment

 
R.G.T. College-Porbandar © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top