એજ્યુકેશનલ ઇનોવાશન ફેર-૨૦૧૭ શૈક્ષણીક નવચાર
                                               
તા.૨૧/૦૨/૨૦૧૭


પ્રસ્તાવના,
           અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દ્વારા શિક્ષણની સાથે સિદ્ધિ આંક, લર્નિંગ આઉટકમનું ગુણવતાસભર પરિણામ મળે તે હેતુથી પ્રાથમિક શાળાઓમાં અનેક નવતર કાર્યક્રમો થાય છે. આવા નવતર અને અભિનવ કાર્યનો ફેલાવો થાય, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો નવતર પ્રયોગો કરવા પ્રોત્સાહિત થાય તેવા હેતુ સાથે ગુજરાત શૈક્ષણિક  નવીનીકરણ આયોગ (GEIC), ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) અને ભારતીય પ્રબંધન સંસ્થાન (IIM) અમદાવાદ દ્વારા એક સહિયારો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જે અનુસાર રાજ્યની પ્રાથમિક શાળાઓમાંથી શિક્ષકો દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગોને આમંત્રણ આપવામાં આવે છે.








              આ માટે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં ઇનોવેશન ફેરની રચના કરવામાં આવી છે. જેના દ્વારા શિક્ષક સમુદાયમાં થયેલ નવતર પ્રયોગોનું પારસ્પરિક આદાન-પ્રદાન થઇ શકે. આ રીતે પરસ્પરના અનુભવમાંથી શીખવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવામાં આવે છે.

નવતર પ્રયોગો શું છે?
              અધ્યયન-અધ્યાપન પ્રક્રીય માટે નવતર પ્રયોગ એ એક એવી પ્રક્રિયા છે કે જે બાળકોના અભ્યાસને પ્રભાવિત કરે. આ માટેની કોઈ પ્રવૃત્તિ કે નવી પદ્ધતિને આપણે નવતર પ્રયોગ તરીકે ઓળખીશું. અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા તેની સમજ અને અર્થગ્રહણ, ચકાસણી માટેનું મૂલ્યાંકન કે તે અંગેની પદ્ધતિને નવતર પ્રયોગ તરીકે સ્વીકારવામાં આવે છે. કોઈ એક એવી રીતે ઘટના કે પ્રક્રિયાથી શિક્ષણમાં સમુદાયની સહભાગીદારી વધે અને તેનું ચોક્કસ પરિણામ મળે તેને નવતર પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે.


વિષય : એજ્યુકેશનલ ઇનોવેશન ફેર-૨૦૧૭ શૈક્ષણિક નવાચાર
સ્થળ  : જીલ્લા શિક્ષણ તાલીમ ભવન-પોરબંદર
તારીખ : ૨૧/૦૨/૨૦૧૭ થી ૨૩/૦૨/૨૦૧૭ સુધી
ભાગલેનાર પ્રશિક્ષણાર્થી : એમ.એડ.ના તાલીમાર્થીઓ

      જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને આઈ.આઈ.એમ. અમદાવાદ પ્રેરિત જીલ્લા શિક્ષન અને તાલીમ ભવન પોરબંદર આયોજિત  એજ્યુકેશનલ ઇનોવેશન ફેર-૨૦૧૭ શૈક્ષણિક નવાચાર

તા. ૨૧/૦૨/૨૦૧૭
-સમય :૧.૩૦ જીલ્લા શિક્ષણ તાલીમ ભવને પહોંચ્યા.
-ત્યારબાદ ૧.૩૦ થી ૨.૩૦ પ્રશિક્ષણાર્થીને ડૉ. માલદેભાઈ ચેતરીયા દ્વારા ઉદબોધન
-૨.૩૦ થી ૩.૩૦     રિસેસ (લંચટાઇમ)
-૩.૩૦ થી ૪.૩૦     ઇનોવેશન ફેરના કાર્યોની વહેચણી અને નામોની યાદી           
 તૈયાર કરી.
-૪.૩૦ થી ૪.૪૦     રીસેસ (ટી ટાઇમ )
-૪.૪૦ થી ૫.૩૦    ઇનોવેશન ફેરની મુલાકાત આપનાર શિક્ષકો માટે કીટ તૈયાર કરવામાં આવી .

તા.૨૨/૦૨/૨૦૧૭
-સમય  ૮.૩૦  રજીસ્ટ્રેશન ટેબલ તૈયારી અને ગ્રુપ લીડર ગ્રુપો તેમજ        અન્ય સહાયકોની કાર્યની સોંપણી મુજબ કાર્ય ક્રમની શરૂઆત .
-૯ થી ૯.૩૦        -દીપ પ્રાગટ્ય અને મહેમાનોનું ઉદબોધન .
-૯.૩૦ થી ૧૦       રજીસ્ટ્રેશની શરૂઆત  (ગ્રુપ ૧,૨ ના  શિક્ષકો માટે)
                      -પોરબંદર તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકો(ગવર્મેન્ટ)
-૧૦ થી ૧.૩૦       શિક્ષકોને ઇનોવેશન જોવાનું.(ગ્રુપ-૧)
-૧.૩૦ થી ૨.૩૦    રીસેસ (જમવાનું)
-૨.૩૦ થી ૪.૩૦    શિક્ષકોને ઇનોવેશન જોવાનું.(ગ્રુપ-૨)
-૪.૩૦ થી ૫.૩૦ શિક્ષકોના ફિડબેકફોર્મ સ્વીકારીને પ્રમાણપત્રક આપ્યા.

તા.૨૩/૦૨/૨૦૧૭
-૯.૩૦ થી ૧૧.૩૦ રજીસ્ટ્રેશ (ગ્રુપ-૧) રાણાવાવ તાલુકો
                                   (ગ્રુપ-૨) કુતિયાણા તાલુકો
                        -પ્રાથમિક શાળાના શિક્ષકો
-૧૦ થી ૧૨.૩૦        શિક્ષકોને ઇનોવેશન જોવાનું.(ગ્રુપ-૧)
-૧૨.૩૦ થી ૧.૩૦  રીસેસ (જમવાનું)
-૧.૩૦ થી ૩.૩૦    શિક્ષકોને ઇનોવેશન જોવાનું.(ગ્રુપ-૨)
-૩.૩૦ થી ૪.૩૦  એમ.એડ તેમજ બી.એડના તાલીમાર્થીઓ દ્વારા ઇનોવેશન ફેરની મુલાકાત તેમજ મૂલ્યાંકન .જેમાં આર.જી.ટી કોલેજના ડૉ.રામચંદ્ર મહેતા, ડૉ.કલ્પેશભાઈ પટેલ અને પ્રા.નરેન્દ્રસિંહ ડોડીયા સમ્મિલત હતા.  




0 comments:

Post a Comment

 
R.G.T. College-Porbandar © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top