“સ્પેશીયલ કોસ્ટલ ક્લીનઅપ”
તારીખ:૪/૨/૨૦૧૭
મિત્રો, આપણે જાણીએ છીએ પ્રવર્તમાન યુગમાં પર્યાવરણીય સમસ્યાઓ જોવા મળી રહી છે. તે સમસ્ત જીવસૃષ્ટી માટે ભયજનક છે.અને આ ભયાનકતા દિવસે ને દિવસે વધતી રહી છે.તેના નાના મોટા પરિણામો તો આપણે ભોગવી પણ રહ્યા છીએ.જો આ માટે જરૂરી પગલા ન લેવામાંઆવે તો ખૂબ ભયંકર પરિણામ આવી શકે. આ માટે માનવ તરીકે જરૂરી પગલા આપણે લેવા પડશે. “સ્વચ્છતા ત્યાંપ્રભુતા”, “સ્વચ્છ અન્ન,સ્વચ્છ મન” વગેરે જેવા સુત્રો ને સાર્થક કરવા આપણે સહિયારો પ્રયત્ન કરવો જ રહ્યો. આ પર્યાવરણીય પ્રદુષણને ધ્યાનમાં રાખતા ભારત સરકાર દ્વારા “સ્વચ્છ ભારત અભિયાન” શરુ કરવામાં આવ્યું છે.




આજે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગતCOAST GUARD DISTRICT HEADQUARTER NO.1 PORBANDAR તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને શ્રી પોરબંદર માછીમાર બોટ એશોસીએશન દ્વારા“સ્પેશીયલ કોસ્ટલ ક્લીન અપ” કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.જેમાં અમારી કોલેજ ના (આર.જી.ટી,પોરબંદર) સહિત પોરબંદરની અન્ય શાળાઓ તેનાજ કોલેજો જોડાઈ હતી.
ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ, ઇકબાલ સિંધ ચૌહાણ (કમાન્ડર ઓફ કોસ્ટગાર્ડ) એ આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા તેમજ ડેપ્યુટી કેમેન્ડેન્ટ એન.આર.સિંધે કાર્યક્રમની ધુરા સંભાળી હતી. ૭:30 A.M. વાગ્યેએન.આર.સિંધે જરૂરી સુચના આપ્યા બાદ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને સૌને ગ્લોવ્ઝ વહેચણી કર્યા બાદ સફાઈ કાર્યક્રમ શરુ થયો હતો. જેમાં સૌએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો૯:૦૦ વાગ્યા સુધીમાં સૌએ ખંત પૂર્વક કાર્ય કરીને સફાઈ કાર્ય પૂર્ણ કર્યું હતું.

આખરે, કોસ્ટગાર્ડ તરફથી સૌને નાસ્તો તેમજ કોલ્ડડ્રીંક્સનું વિતરણ કરવામાં આવ્યું. સૌએ સાથે માળી નાસ્તો આરોગ્યા બાદ સૌ છુટા પડ્યા. સૌના સહિયારા પ્રયાસથી આ કાર્યક્રમ ખૂબ સારીરીતે પૂર્ણ થયો અને સ્વચ્છ ભારત અભિયાનમાં સૌએ પોતાનું યોગદાન આપી દેશ પ્રત્યેનું કર્તવ્ય પાલન કર્યું હતું. 

0 comments:

Post a Comment

 
R.G.T. College-Porbandar © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top