માતૃભાષા દિવસની ઉજવણી
તા. ૨૧/૦૨/૨૦૧૭
આજ રોજ તારીખ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજરામબાગ્રેજ્યુએટ ટીચર્સકૉલેજમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. 

આ કાર્યક્રમ અંતર્ગત જોષી હેમાનીબેન દ્વારા સંસ્થાના પ્રાધ્યાપક ડૉ. મીતાબેન થાનકી દ્વારા લિખિત અને અખંડ આનંદ પ્રકાશન દ્વારા પ્રકાશિત લેખ, સ્વર્ણિમ ગુજરાતનું ગૌરવ : માતૃભાષા ગુજરાતીનું પઠન કરવામાં આવ્યું જેમાં માતૃભાષાનું મહત્વ, માતૃભાષામાંશિક્ષણનું મહત્વ, માતૃભાષાની કથળતી જતી પરિસ્થિતિ તથા વિશ્વમાં બોલાતી ૭૦૦૦ ભાષાઓ તથા ભારતના ૧૧૦ કરોડ લોકો ૪૨૭ જેટલી બોલી બોલે છે, અને 





ભારતમાં ૨૨ જેટલી ભાષાઓ બંધારણીય રીતે માન્ય છે તેના વિષે વાત કરવામાં આવી. ગુજરાતી ભાષા વિશે ગુજરાતી કવિ શ્રી ઉમાશંકર જોશીએ લખ્યું હતું કે, “સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી” અને ત્યારબાદ ગુજરાતના વાલીઓની અપેક્ષાઓ તથા બાળકોમાં ઉદભવતી  સમસ્યાઓ વિશેની વાત કરવામાં આવી.

       ત્યારબાદ આગળના કાર્યક્રમમાં કૉલેજના તાલીમાર્થીઓ દ્વારા ગુજરાતી ભજનો, ગઝલો, કાવ્યો, લોકગીતો, લગ્નગીતોવગેરેનુંગાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું સંચાલન મોકરિયા ભાવેશભાઈ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં ચંદ્રકલામેડમ દ્વારા ગઝલનું પઠન કરવામાં આવ્યું. ત્યારબાદ મીતામેડમ દ્વારા પણ ગઝલોનું પઠન કરવામાં આવ્યું. જેમાં પ્રાચાર્ય શ્રી અલ્તાફભાઇ રાઠોડ દ્વારા  ગઝલની રજૂઆત કરાઈ અનેકલ્પેશભાઈ પટેલ દ્વારા કાવ્યનું પઠન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કોલેજના તમામ તાલીમાર્થીઓએ ઉત્સાહભેરભાગ લીધો. અને કાર્યક્રમના અંતે મીતામેડમ દ્વારા આભારવિધિ કરવામાં આવી. 

0 comments:

Post a Comment

 
R.G.T. College-Porbandar © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top