ગાંધી નિર્વાણ દિન ઉજવણી
તા.૩૦મી જાન્યુઆરી,૨૦૧૭
તા. ૩૦મી જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિન... ઈ.સ.૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ સ્વતંત્ર થયેલા ભારતની જનતાએ એક સામાજિક અને રાજકીય ભૂકંપનો અનુભવ કર્યો હતો. હા આજથી ૭૦ વર્ષ પહેલા ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુકત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નથુરામ ગોડસે દ્વારા હત્યા કરવામાં આવી. આ દિવસને આપણે રાષ્ટ્રીય શહીદ દિન અને ગાંધી નિર્વાણ દિન તરીક ઓળખીએ છીએ.
આ વર્ષે તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ અત્રેની રામબા કોલેજમાં“રાષ્ટ્રીય શહીદ દિન”ની ગરિમા પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં સર્વધર્મ પ્રાર્થના કર્યા બાદ મહાત્મા ગાંધીજીને પ્રિય એવું વૈષ્ણવજન..ભજનનું ગાન થયું તથા પૂ.ગાંધીજીની જીવન ઝરમર અંગેઉદઘોષકકુ. હેમાની જોશી દ્વ્રારા વિશેષ માહિતી આપવામાં આવી. આ તકે મહાત્મા ગાંધીજીના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું.







સાંજે ૫ વાગ્યે પૂ. ગાંધીજીના જન્મસ્થળ કિર્તીમંદિરમાં યોજાયેલી સાયંપ્રાર્થનામાં હાજરી આપવા માટે સંસ્થાના અધ્યાપકો તથા બી.એડ./એમ.એડ.ના સર્વે તાલીમાર્થીઓ એ સાંજે ૦૪:૦૦ વાગે અધ્યાપન કાર્ય પૂર્ણ કર્યા બાદ પ્રમાણ કર્યું અને સાંજે ૪:૪૫ કલાકે કિર્તીમંદિરના પ્રાંગણમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યું.
કિર્તીમંદિર સંચાલન સમિતિ દ્વારા આયોજિત પ્રાર્થના સભાનું અધ્યક્ષ સ્થાન રાજય ગ્રામ્ય વિકાસ કમિશનર માનનીય ડૉ. જયંતી રવિએ સંભાળ્યું હતું તથા કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે પોરબંદર જીલ્લા કલેકટર શ્રીદિનેશભાઈપટેલ, નાયબ નિવાસી કલેકટર શ્રી મહેશભાઈ જોશી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી હુદડસાહેબ, નગરપાલિકા પ્રમુખ શ્રી ભારતીબેન મોદી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા.
ગાંધી નિર્વાણ દિન નિમિતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં ડૉ.જયંતિ રવિએ પોતાના સુમધુર કંઠે આશ્રમપ્રાર્થના, સર્વધર્મપ્રાર્થના, શ્રી રામસ્તોત્ર, હરિ તુમ હરો , વૈષ્ણવજન , પ્રેમમુકિત મન સે કરો , જીવન અંજલિ થાજો, મને ચાકર રાખોજી તથા રઘુપતિરાઘવ ધૂન વગેરે ગીતો દ્વારા સ્વરાંજલિ અર્પણ કરી હતી તથા ઉપસ્થિતપોરબંદરના સર્વે નાગરિકો દ્વ્રારા મૌન રાખીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ગાંધી નિર્વાણ દિન નિમિતે તા.૩૦મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ કિર્તીમંદિર ખાતે સાંજે ૫ થી ૬ દરમિયાન યોજાયેલા આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી નીરવ જોશીએ સંભાળ્યું હતું તથા સંગીત સંચાલન પોરબંદરના સુવિખ્યાત સંગીતજ્ઞ શ્રી શરદભાઈ જોશીએ સંભાળ્યું હતું.


0 comments:

Post a Comment

 
R.G.T. College-Porbandar © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top