તા.૧૦/૧/૨૦૧૭
     
આદિમાનવ તરીકે પૃથ્વી પર એકલવાયુ જીવન જીવતા મનુષ્યએ કુટુંબ કબીલા વિકસાવીને માનવ સભ્યતાનો વિકાસ કરી, એ માનવ સભ્યતાને સુસંસ્કૃત જીવનશૈલી બક્ષવા જીવન જીવવાના કેટલાક નીતિ નિયમો નક્કીકર્યા અને નીતિનિયમોને ‘સંસ્કૃતિ અને સભ્યતા’ એવું નામ આપ્યું. અહી સંસ્કૃતિ એટલે જેના માટે જીવાય તે અને સભ્યતા એટલે જેના વડે જીવાય તે...
      પોતાનીસાંસ્કૃતિક ધરોહરને સાચવતા રહીને પોતાનો અહર્નિશ વિકાસ કરતા મનુષ્યએ નીતિમત્તાના જે ધોરણો અને નિયમો નક્કી કર્યા હતા તેને પોતાની અનુગામી માનવ સભ્યતામાં સંક્રમિત કરતા રહેવાની પ્રત્યેક મનુષ્યને નૈતિક ફરજ હતી પરંતુ જેમ જેમ ઔદ્યોગિકક્રાંતિનાકારણે શહેરીકરણ ઝડપથી થતુ ગયુંતેમ તેમ માનવ પોતાની નૈતિક ફરજો ભૂલવા લાગ્યો છે.તેથીઆ નૈતિક ફરજોની મનુષ્યને ફરીથી યાદ અપાવવા આપણને વિવિધવિશિષ્ટ દિવસો અને સપ્તાહો ઉજવવાની ફરજ પડી છે.
      આવીજ એક ઉજવણી એટલે ટ્રાફિક સપ્તાહનીઉજવણી.. તાજેતરમાં પોરબંદર ટ્રાફિક પોલીસ અને શ્રી રીઝવાન આડતિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પોરબંદરમાં ૨૮માં ટ્રાફિક સપ્તાહની ઉજવણીનું આયોજન તા.૯/૧/૨૦૧૭ થી ૧૫/૧/૨૦૧૭ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે યોજાયેલ વિવિધ કાર્યક્રમો પૈકી “ટ્રાફિક સેન્સ”વિષય અંતર્ગત એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન અત્રેની રાજ્યસરકારસંચાલિત શ્રી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ પોરબંદર ખાતે તા.૧૦/૧/૨૦૧૭ ને મંગળવારનારોજ કરવામાં આવ્યું હતું.


      પોરબંદર જિલ્લા એસ.પી.ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પી.એસ.આઈ. શ્રી આહીર સાહેબની આગેવાનીમાં યોજાયેલ આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે પોરબંદર જિલ્લાના ટ્રાફિક એ.એસ.આઈ. શ્રી બી.એમ.કાંટેલિયા સાહેબ અતિથિ વિશેષ તરીકે આર.એસ.પી. કમાન્ડર શ્રી વજુભાઈ પરમાર તથા રીઝવાન આડતિયા ફાઉન્ડેશનના પ્રતિનિધિ તરીકે શ્રી વી.જે.મદ્રેશા શાળા સંકુલ ટ્રસ્ટના ઓનરરી સેક્રેટરી શ્રી ફારૂકભાઈ સુર્યા એ ઉપસ્થિત રહી એમ.એડ.ના તાલીમાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે સુંદર માર્ગદર્શન પૂરું પડ્યું હતું. તથા સ્પર્ધમાં વિજેતા થયેલા તથા ભાગ લેનાર તમામવિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
      સંસ્થાનાપ્રાચાર્યશ્રી અલ્તાફભાઇ રાઠોડે કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા કહ્યું હતું  કે ૬૧ વર્ષ જૂની આ શિક્ષણ-પ્રશિક્ષણકોલેજ પાસે વિવિધ સહકારી સંસ્થાઓ ખુબ અપેક્ષા લઈને આવે છે. ત્યારે તે સર્વે સંસ્થાઓને સહયોગ આપવો એ રામબા પરિવારની નૈતિક જવાબદારી છે. અને અમો સો રામબા પરિવારના સભ્યો એ જવાબદારી સભાનતાપૂર્વક નિભાવીશું.
      વકતૃત્વ સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે સંસ્થાના પ્રાધ્યાપકો સર્વ શ્રી ડૉ.મીતાબેન થાનકી,ડૉ.રામચન્દ્ર મહેતા તથા ડૉ.કશ્યપભાઈ જોષીએ ફરજ બજાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એમ.એડ નાવિદ્યાર્થીઓ કુ.રમાબેન પરમારે કર્યું હતું. તથા આભારવિધિ ડૉ.મીતાબેન થાનકીએ કરી હતી.
      વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે શ્રી સાગરભાઈ મહેતા,  દ્વિતીય નંબરે કુ.ડીમ્પલ બેન મહેતા,તૃતીય નંબરે શ્રી મોનાણી કપિલભાઈ તથા કુ.પરમાર રમાબેન તથા ચતુર્થ નંબરે કુ.રૂપલબેન વિજેતા જાહેર થયા હતા.

      તમામવિજેતાસ્પર્ધકોને સર્ટીફીકેટ તથા શિલ્ડ અર્પણ કાર્યક્રમ ટ્રાફિક સપ્તાહ ઉજવણીના સમાપન સમારોહમાં તા.૧૫/૧/૨૦૧૭ ના રોજ યોજવામાં આવ્યો હતો.

0 comments:

Post a Comment

 
R.G.T. College-Porbandar © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top