ચક્રની શોધથી વાહનવ્યવહારના ક્ષેત્રે અદભુત  ક્રાંતિ આણી માનવજાતે પ્રગતિની દોટમાં કદી પાછું વાળીને જોયું નથી. પ્રાચીન યુગમાં ગાડાથી પોતાનો વાહનવ્યવહાર ચલાવનાર માનવી આજે એરોપ્લેન અને જેટયુગમાં પ્રવેશી ચુક્યો છે. તેમ છતાં રોડ ટ્રાન્સપોર્ટના નીતિ-નિયમો પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવતો નથી. તેને કારણે આજે સેંકડો અકસ્માતો થાય છે અને માનવજીંદગી જ નહિ, અન્ય પશુ-પ્રાણીઓના જીવન પણ જોખમમાં મુકાય છે.   


       
       આવા અકસ્માતો ટાળવા અને મુલ્યવાન જીવનોને બચાવવા પ્રત્યેક મનુષ્ય એ ટ્રાફિક સેન્સ કેળવણી અત્યંત જરૂરી છે. આમ, તો લાઇસન્સ આપતી વખતે ટ્રાફિકના નિયમો અંગે આર.ટી.ઓ. દ્વારા પરિક્ષા પણ લેવાય છે. તેમ છતાં વાહનચાલકોમાં સમયજતા એ અંગે સભાનતા કેળવાતી નથી. તેથી પ્રતિવર્ષ વાહનચાલકોને એ અંગે સભાન બનાવવા જાન્યુઆરી માસના બીજા અઠવાડિયાને માર્ગ સલામતિ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.


       આ વર્ષ માર્ગ સલામતિ સપ્તાહ તારીખ ૯/૧/૨૦૧૭ થી તા.૧૫/૧/૨૦૧૭ દરમ્યાન પોરબંદર ટ્રાફિક પોલીસ અને રીઝવાન આડતિયા ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે શ્રી આહીર સાહેબની આગેવાની હેઠળ ઉજવવામાં આવ્યું. આ સપ્તાહ દરમ્યાન ટ્રાફિક સેન્સ ડેવલોપમેન્ટ વિષય અંતર્ગત ક્વીઝ કોમ્પીટીશન નું આયોજન અત્રેની રાજ્ય સરકાર સંચાલિત આર.જી.ટી. કોલેજમાં તા.૧૨/૧/૨૦૧૭ ને ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું.

0 comments:

Post a Comment

 
R.G.T. College-Porbandar © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top