તા.૨૬/૧૧/૨૦૧૬

       આજ રોજ આર.જી.ટી. કોલેજમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા  પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલના સયુંકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયું હતું.


 તેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના  વાઈસ ચાન્સેલર ડૉ.સી.જી.જોશી અને ભાવસિંહજી હોસ્પિટલના લેબ ટેકનીશયન સણથારા  ભાવીશા રમેશભાઈ,નર્સિંગ સ્ટાફ ભાવસિંહજી હોસ્પિટલ થાનકી દેવાંગ સુરેશભાઈ, લેબ આસીસ્ટન સોંદરવા પ્રમોદભાઈ, લેબ ટેકનીશયન બાપોદરા કેશુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ડો.મીતાબેન થાનકી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ આર.જી.ટી કોલેજના પ્રાચાર્ય શ્રી અલ્તાફસર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યુ હતું.સી.જી.જોશી સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. જેમાં બધાજ વિદ્યાર્થીઓને પ્રેરીત કરાયા હતા.અને આભારવિધિ પ્રા.ચંદ્ર્કાલાબેન કક્કડ દ્વારા કરવામાં આવી. તથા બ્લડ ડોનેશન કેમ્પ શરુ કરવામાં આવ્યો હતો જેની પહેલ પ્રાચાર્ય શ્રી અલ્તાફસર અને ડો.મીતાબેન થાનકીએ કરી.એ પછી સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા અને આ રીતે આજ ના દિવસે એક સારું કાર્ય કરીને અમે સૌ છુટા પડ્યા.

0 comments:

Post a Comment

 
R.G.T. College-Porbandar © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top