નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત
વકતૃત્વ સ્પર્ધા અને મહેંદી સ્પર્ધા નું આયોજન
                                                                                                              તા.૦૩/૧૦/૨૦૧૬
       આજરોજ અધિક્ષક,નશાબંધી અને આબકારી ખાતું, પોરબંદર દ્વારા અમારી કોલેજ માં  વકતૃત્વ સ્પર્ધા અને મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન એમ.એડ.(સેમ-૩) ના તાલીમાર્થી મહેતા સાગરભાઈ દ્વારા કરાયું હતું. અતિથિ વિશેષ તરીકે પી.આર.ગોહિલ, રાણાભાઇ સીડા, શક્તિદાનભાઈ ગઢવી અને બી.જે.કરમાટા હાજર રહ્યા હતા.


       કાર્યક્રમની શરૂઆતમાં કોલેજની પરંપરા પ્રમાણે ઉપસ્થિત અતિથિ શ્રી ઓનું કોલેજના પ્રચાર્યશ્રી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને  ત્યારબાદ પુસ્તક-પુષ્પગુચ્છ આપી મહેમાનશ્રીઓને આવકાર્યા હતા. કાર્યક્રમનો દોર આગળ વધારતા સ્પર્ધકો દ્વારા પોતાના પસંદગીના વિષયો પર વક્તવ્યો રજુ કર્યા હતા. જેમાં વકતૃત્વ સ્પર્ધાના વિષયો આ પ્રમાણે હતા.
1.       વ્યસન એટલે સુખનો ભાગાકાર, દુઃખનો ગુણાકાર
2.      પાનમસાલા સિગરેટ બીડી કેન્સરની સીડી
3.      વ્યાસનો ગૌરવ નહિ ગુલામી
4.      નશો નાશને નોતરે
5.      વ્યસનમુક્તિ એટલે ! કુટુંબ સમાજ અને રાષ્ટ્રની સમૃદ્ધિ

આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે કોલેજના પ્રા.ડૉ રામચંદ્ર મહેતા, ડૉ.કશ્યપ જોશી અને ડૉ.કલ્પેશ પટેલે ભૂમિકા અદા કરી હતી. આ સ્પર્ધામાં કુલ-૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

મહેંદી સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રા.ચંદ્રકલાબેન કક્કડ, દર્શિનીબેન ભોજાણી અને ગીતાબેન સેંજલિયાએ ભૂમિકા ભજવી હતી. જેમાં કુલ ૧૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.તેમાં પ્રથમક્રમ પર ચાવડા હિનાબેન , દ્વિતીયક્રમ પર પાંડાવદરા ધારાબેન અને તૃતીયક્રમ પર ટાંક રેખાબેનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. નશાબંધી માટે ની વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પર મહેતા ડિમ્પલબેન, દ્વિતીય ક્રમ પર જોશી દેવહૂતીબેન તથા તૃતીય ક્રમ પર મહેતા સાગરભાઈ આવ્યા હતા.



      ગુજરાતના પ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી શક્તિદાન ગઢવીએ સહુને લોકસાહિત્યનું રસપાન કરાવ્યું હતું. ત્યારબાદ મહેરરાસ મંડળના પ્રમુખ શ્રી રાણાભાઈ સીડાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. તેમજ નશાબંધી અને આબકારી ખાતાનાં સુપ્રિટેન્ડન્ટ પી.આર.ગોહેલ દ્વારા સૌને વ્યસનમુક્તિ માટે જાગૃત કર્યા હતા. સૌને ઈનામ વિતરણ કર્યા બાદ આભારવિધિ કરી સૌ છુટા પડયા હતા.

0 comments:

Post a Comment

 
R.G.T. College-Porbandar © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top